સૂરહ ફાતિહા, આયત નં:- 06
==================
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (06)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અમને હિદાયત આપ = اهْدِنَا
માર્ગ (રસ્તો) = الصِّرَاطَ
સીધો = الْمُسْتَقِيمَ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(06). અમને સીધો રસ્તો બતાવ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અમને (સીધો રસ્તો) બતાવ, હિદાયત આપ... હિદાયતના ઘણા મતલબ છે: (સીધા) રસ્તા પર ચલાવી દે, મંઝિલ સુધી પહોંચાડવું, આને અરબી ભાષામાં ધ્યેય(ટાર્ગેટ) સુધી પહોંચવાનો આશય છે એટલે કે અમને માર્ગ પ્રદર્શિત કર. અને તેના પર ચાલવાની તૌફીક અને સાબિતકદમી(જમાયેલા રહીએ)ની તાકાત આપ, જેથી અમને તારી રજા અને ખુશનૂદી પ્રાપ્ત થઈ જાય.
શબ્દ "صراط مستقیم" આ સીધી રસ્તો ફક્ત અકલ(બુધ્ધિ) અને હોશિયારી તથા તેજીથી પ્રાપ્ત નહીં થાય, આ સીધો રસ્તો તો 'ઈસ્લામ' નું નામ છે જેને નબી(ﷺ) એ દુનિયાની સામે રજૂ કર્યો અને હવે તે આ કિતાબ(કુરઆન) અને સહીહ હદીસમાં સુરક્ષિત છે.
No comments:
Post a Comment