Saturday, August 13, 2022

1:05 ઈબાદત અને મદદ ફક્ત અલ્લાહની જ...

સૂરહ ફાતિહા, આયત નં:- 05
==================

اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُ ؕ  (05)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તારી જ = اِيَّاكَ
અમે ઈબાદત કરીએ છીએ = نَعْبُدُ
અને તારાથી જ = وَاِيَّاكَ
મદદ માંગીએ છીએ = نَسْتَعِيْنُ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(05). અમે તારી જ ઈબાદત(બંદગી) કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
 તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
ઈબાદતનો અર્થ કોઈની રજા(ખુશી) માટે અત્યંત નમ્રતા અને સંપૂર્ણ ખૂસૂઅનો ઈઝહાર, અને ઈમામ ઈબ્ને કષીરના મતે શરિયતમાં હદ વગરની મુહબ્બત, નમ્રતા અને ખૌફ અને ડરના સંયોજનનું નામ ઈબાદત છે, એટલે કે જે જાતથી મુહબ્બત પણ હોય, તેની સામે નમ્રતા કમજોરી, લાચારી નો ઈઝહાર પણ હોય દરેક પ્રકારથી તેની પકડનો ડર પણ હોય.
અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરવી માન્ય નથી અને કોઈનાથી મદદ માંગવી પણ માન્ય નથી. આ શબ્દો થી શિર્ક(બહુદેવવાદ)ની‌ જડો કાપી નાખી છે.
પરંતુ જેમના દિલમાં શિર્કનો રોગ છે, તેઓ મા-ફવ્કલ-અસબાબ અને મા-તહત-લ‌ અસબાબ મતલબના ફરકને નજરઅંદાજ કરીને લોકોને ભ્રમિત કરી દે છે.
અને તેઓ કહે છે, "જુઓ, જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે આપણે ડૉક્ટરની મદદ લઈએ છીએ, પત્ની પાસેથી મદદ માંગીએ છીએ, ડ્રાઈવર અને અન્ય મનુષ્યો પાસેથી મદદ લઈએ છીએ. આ રીતે, તેઓ લોકોને વિશ્વાસ કરાવે છે કે અલ્લાહ સિવાય પણ અન્યથી મદદ લેવી માન્ય છે, જો કે, સંજોગોવસાત એક બીજાથી મદદ માંગવી અને એકબીજાને મદદ કરવી એ શિર્ક નથી, આ તો અલ્લાહ તઆલા દ્વારા બનાવવામાં આવેલ સિસ્ટમ છે. જેમાં તમામ કામો દેખીતા કારણો અનુસાર કરવામાં આવે છે.
ત્યા સુધી કે અંબિયા(પ્રબોધકો) પણ મનુષ્યો પાસેથી મદદ મેળવતા. હઝરત ઈસા(અ.સ.) એ કહ્યું:
( من انصاری الی اللہ)
(અલ્લાહના દીન માટે મારો મદદગાર કોણ છે?)
 અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓને કહ્યું: 
 (ۘوَتَعَاوَنُوْا عَلَي الْبِرِّ وَالتَّقْوٰى) 
નેક(સારા) કાર્યો અને તકવા(ધર્મનિષ્ઠા) કરવામાં એકબીજાને મદદ કરો. (સૂરહ મયદહ:- 02)
 સ્વાભાવિક છે કે આવી મદદ માન્ય છે તેનો શિર્ક સાથે શું સંબંધ છે?
શિર્ક એ છે કે જે વ્યક્તિ બાહ્ય કારણોની દ્રષ્ટિએ મદદ કરવા સક્ષમ ન હોય, જેમ કે મૃત વ્યક્તિને મદદ માટે પોકારવું, તેને મુશ્કિલકુષા અને હાજતરવા માનવું અને તેને નફાબક્ષ માનવો. અને દૂર-નજીકના દરેકની ફરિયાદ સાંભળવાની શક્તિ હોય તેવું માનવું. તેને કહેવાય "મા-ફવ્કલ અસબાબ" થી મદદ માંગવી અને તેને ખુદાઈ લક્ષણો ધરાવતું હોવાનું માને છે. તેનું નામ શિર્ક છે, જે કમનસીબે મુહબ્બતે ઔવલિયાના નામ પર કેટલાક મુસ્લિમ દેશોમાં આમ થઈ ચુક્યું છે.
اعاذنا اللہ منہ۔ 

તૌહીદના ત્રણ પ્રકાર:-
અહીં યોગય છે કે તૌહીદના ત્રણ પ્રકારોનું પણ ટૂંકમાં વર્ણન કરી લઈએ. આ પ્રકારો આ પ્રમાણે છે. (૧). તૌહીદે રુબૂબિયત (૨). તૌહીદે ઉલૂહિયત (૩). તૌહીદે અસ્મા-વ-સિફાત

 (૧). તૌહીદ રુબૂબિયતનો અર્થ એ છે કે આ સૃષ્ટિનો માલિક, રોજીરોટી આપનાર, તથા સૃષ્ટિને ચલાવનાર ફક્ત અલ્લાહ સર્વશક્તિમાન છે અને આ તૌહીદને થોડાંક લોકો સિવાય બધા લોકો માનતા હતાં, ત્યાં સુધી કે મક્કાના મુશરિકો(બહુદેવવાદીઓ) પણ તેને માનતા હતાં અને માને પણ છે.
જેમ કે પવિત્ર કુરઆનમા મક્કાના મુશરિકો વિષે અલ્લાહ ફરમાવે છે કે: અય પયગંબર (ﷺ) જરા તેમને પૂછો કે આકાશ અને જમીનમાં રોજીરોટી કોણ આપે છે અથવા (તમારા) કાન અને આંખોનો માલિક કોણ છે? અને નિર્જીવમાંથી સજીવ અને સજીવમાથી નિર્જીવ ને કોણ પૈદા કરે છે, અને દુનિયાના કામકાજનું સંચાલન કોણ કરે છે? તરત જ કહી દેશે કે (અલ્લાહ) એટલે કે તમામ કામકાજનુ સંચાલન કરનાર અલ્લાહ છે. (સૂરહ યૂનૂસ:-31)
આ ઉપરાંત સૂરહ મુમિનીન, આયત નં 84-89 પણ જૂઓ.
(૨). તૌહીદે ઉલૂહિયત:- નો અર્થ છે કે ઈબાદતના તમામ પ્રકારનો હકદાર માત્ર અલ્લાહ તઆલા જ છે અને ઈબાદત તે દરેક કામને કહેવાય છે જેમાં કોઈ ખાસ જાત અને હસ્તીની રજામંદી માટે તથા તેની નારાજગીના ડરથી કરવામાં આવે છે એટલા માટે નમાજ, રોજા, હજ અને ઝકાત ફક્ત આ જ ઈબાદત નથી પરંતુ એ ખાસ હસ્તીથી દુઆ અને આજીજી કરવી,
તેના નામની નજર તથા મન્નત માનવી, તેની સામે અદબ સાથે અને હાથ બાંધીને ઊભા રહેવું, તેના તવાફ( પ્રદક્ષિણા) કરવા, તેનાથી ઉમ્મીદ અને ડર રાખવો વગેરે પણ ઈબાદતના પ્રકાર છે. 
 અને કબરોમાં દફન અને મુત્યુ પામેલા બુઝુર્ગો તથા વડીલો માટે જો ઉપરોક્ત જણાવેલ કાર્યો કરવામાં આવે તો તે શિર્ક છે.
(૩). તૌહીદે અસ્મા-વ-સિફાત નો અર્થ છે કે: કુરઆન અને હદીસમાં વર્ણવેલ અલ્લાહની વિશેષતાઓને કોઈપણ અર્થઘટન અથવા વિના સંકોચે સ્વીકારવું અને તે વિશેષતાઓ અન્ય કોઈ પણ માં નથી તેવું માનવું, ઉદાહરણ તરીકે, જેમ કે તેની વિશેષતા ઈલ્મે-ગૈબ(પરોક્ષજ્ઞાન) છે, અથવા તે દૂર-નજીકથી દરેકની ફરિયાદ સાંભળવાની કુદરત ધરાવે છે, બ્રહ્માંડની દરેક વસ્તુમાં ફેરફાર કરવાનો અધિકાર તેને છે અથવા આ પ્રમાણેની કોઈપણ વિશેષતા કે ગુણ અલ્લાહ સિવાય કોઈ પણ નબી કે વલી અથવા કોઈ પણ વ્યક્તિ માટે માનવું જાયઝ નથી. અને જો આવું માન્યું તો તે શિર્ક છે અફસોસ છે કે કબરપરસ્તી કરનારાઓમાં આ પ્રમાણેનું શિર્ક આમ થઈ ગયું છે અને તેઓએ અલ્લાહની કેટલીક વિશિષ્ટતાઓને તેના બંદાઓ માં શામેલ કરી રાખી છે.
 (اعاذنا اللہ منہ۔)

No comments:

Post a Comment