સૂરહ ફાતિહા, આયત નં:- 04
==================
مٰلِكِ يَوْمِ الدِّيْنِ (
04)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
માલિક = مٰلِكِ
દિવસ = يَوْمِ
બદલા(ન્યાય) = الدِّيْنِ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(04). બદલા(ન્યાયના) દિવસનો (એટલે કે કયામતના દિવસનો) માલિક છે.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
દુનિયામાં પણ કરેલાં કરતૂતોની સજા એક સમયે ક્યારેક તો મળે છે તેમ છતાંય પૂરેપૂરી યાતના તો પરલોકમાં મળશે અને અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના સારા કર્મો અથવા ખરાબ કર્મોના પ્રમાણે જજા(ઈનામ) અથવા સજા આપશે.
અને માત્ર અલ્લાહ તઆલા જ હશે. તે દિવસે અલ્લાહ કહેશે કે આજે કોની બાદશાહત છે? પછી તે જ જવાબ આપશે માત્ર એક અલ્લાહ સર્વશક્તિમાનની, તે દિવસે કોઈ પણ વ્યક્તિની કોઈની ઉપર સત્તા નહીં હોય, સમગ્ર મામલો અલ્લાહના હાથમાં જ હશે, આ હશે જજા એટલે કે બદલાનો દિવસ.
No comments:
Post a Comment