Saturday, August 13, 2022

1:03 રહેમાન અને રહીમ સમાન છે પરંતુ બન્નેના રૂપ જુદા જુદા છે...

(01). સૂરહ ફાતિહા, આયત નં 03
===================
الرَّحْمٰنِ الرَّحِيْمِ (
03)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અત્યંત કૃપાળુ = الرَّحْمٰنِ
ખૂબજ દયાળુ = الرَّحِيْمِ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
(03). ઘણો જ મહેરબાન, ખૂબજ દયા કરવાવાળો.
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
 તફસીર(સમજૂતી)
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
તમામ જહાનોના રબનો તકાજો ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે આ તમામ જહાનોનો પરવરદિગાર રહેમાન(મહેરબાન) પણ હોય અને રહીમ (અતિ દયાળુ) પણ હોય. જો અલ્લાહ તઆલા રહેમાન અને રહીમ ન હોત, તો આ દુનિયા ક્યારેય આબાદ ન થઈ હોત, પરંતુ ક્યારનીય નાશ પામી હોત. (તયસુરુલ કુરઆન)

એટલે કે અલ્લાહ તઆલા ખૂબજ દયા કરવાવાળો છે અને તેની આ સિફત(ગુણ) કાયમી છીએ.

કેટલાક વિદ્વાનો કહે છે કે રહેમાનમાં રહીમ કરતાં વધુ ભાર છે, તેથી જ તેને દુનિયા અને પરલોકમાં રહેમાન કહેવામાં આવે છે. દુનિયામાં તેની રહેમત(દયા) જેમાં કંઈપણ રુકાવટ વગર કાફિરો પણ અને મૉમિનો પણ દરેકે દરેક પર સમાન રીતે કૃપા થાય છે, અને પરલોકમાં તે ફક્ત રહીમ હશે. એટલે કે તેની દયા ફક્ત મૉમિનો માટે જ વિશેષ હશે.
 اللھم اجعلنا منھم۔ آمین 
(અહસનુલ બયાન)

No comments:

Post a Comment