اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
હું પનાહ માગું છું = اَعُوْذُ
સાથે = بِ
અલ્લાહ = اللّٰهِ
થી = مِنْ
શયતાન = شَّيْطٰنِ
ધીક્કારેલ, મરદૂદ,
લઅનત કરેલ = رَجِيْم
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અલ્લાહ ની પનાહ માગું છું શેતાનથી જે મરદુદ છે
_________________________
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْم
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
સાથે = بِ
નામ = اِسْم
અલ્લાહ = اللّٰهِ
ખૂબ જ મહેરબાન = الرَّحْمٰنِ
અતિ દયાળુ = الرَّحِيْمِ
•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•
અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે ખૂબજ મહેરબાન અને દયાળુ છે.
_____________________________
સુરહ ફાતિહાનો પરિચય
______________________
તિલાવત કરતાં પહેલાં "તઉઝ" નો હુકમ:-
કુરઆન કરીમની તિલાવત શરૂ કરતાં પહેલાં
(اَعوذ باللّٰہ من الشیطٰن الرّجیم)
જરૂર પઢવામાં આવે, કારણ કે અલ્લાહે ફરમાવ્યું
( فَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ فَاسْتَعِذْ باللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ 98)
(સુરહ નહલ-૯૮)
"જ્યારે તમે કુરઆન પઢો તો શૈતાન મરદૂદથી અલ્લાહની પનાહ તલબ કરો"
કુરઆનથી ધ્યાન ન ભટકે અને હિદાયત મેળવવા "અઉઝુબિલ્લાહ...." પઢવુ જરૂરી છે અને આ દુઆ ખુદ અલ્લાહે પોતાના બંદાઓને શીખવી છે.
ફઝાઈલે સુરહ ફાતિહા:-
સૈયદના અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રઝી.) કહે છે કે એક દિવસે જીબ્રઈલ(અ.સ.) રસુલુલ્લાહ(ﷺ)ની પાસે બેઠા હતા કે એમણે પોતાની ઉપર એક જોરદાર અવાજ સાંભળ્યો અને એમણે પોતાનું માથું ઉપર ઉઠાવ્યું પછી ફરમાવ્યું "આ આસમાનનો એક દરવાજો છે જે આજથી પહેલાં ક્યારેય નથી ખુલ્યો પછી કહ્યું આ એક ફરિશ્તો છે જે આજથી પહેલાં જમીન પર ક્યારેય નાઝીલ નથી થયો, પછી એ ફરિશ્તાએ આપને સલામ કહ્યા અને બે નૂરોની ખુશખબરી આપી અને કહ્યું; આ બે નૂર આપને જ આપવામાં આવે છે આપનાથી પહેલાં કોઈ નબીને નથી આપવામાં આવ્યાં, એક સુરહ ફાતિહા અને બીજું સુરહ બકરહ ની છેલ્લી બે આયતો, આપ જ્યારે પણ આ બેમાંથી કોઈ કલ્માને તિલાવત કરશો તો આપે તલબ કરેલ વસ્તુને જરૂર આપવામાં આવશે. (સહીહ મુસ્લિમ-કિતાબ ફઝાઈલે કુર્આન-બાબ ફઝલુલ ફાતિહા)
સુરહ ફાતિહાના અલગ-અલગ નામ:-
સૈયદના અબુ સઈદ બિન મઅલી(રઝી.) ફરમાવે છે કે આપ(ﷺ)એ મને ફરમાવ્યું "હું તને કુરઆનની એક એવી સુરહ બતાવું જે કુરઆનની દરેક સુરહ થી વધીને છે અને એ છે આયત ( اَلْحَمْدُ لِلّٰہِِ رَبِّ الْعَالَمِیْنَ ) એ જ (سَبْعًا مِّنَ الْمَثَانِیْ ) અને કુરઆન અઝીમ છે જે મને આપવામાં આવ્યું છે (બુખારી-કિતાબુલ તફસીર સુરહ ફાતિહા)
આ સુરહ નું નામ "અસ્-સિફાઅ" અને "અર્-રુકિયા" પણ છે:-
સૈયદના અબુ સઈદ ખુદરી(રઝી.) કહે છે કે આપ(ﷺ) ના કેટલાક સહાબાઓ અરબના એક કબીલા પર પહોંચ્યા તો ત્યાંના લોકોએ તેમની મહેમાની ન કરી, અને (એ અરસામાં)ના સરદારને વિચ્છુએ ડંખ માર્યો
જેથી તેઓ સહાબા(રઝી.) પાસે આવ્યા અને કહ્યું કે તમારામાંથી કોઈની પાસે વિચ્છુના ડંખની દવા કે કંઈક દમ-ફૂક છે? એમણે કહ્યું: હાં છે,
પરંતુ તમે અમારી મહેમાની ન કરી એટલા માટે અમે આના પર મહેનતાણું લઈશું તેઓએ કેટલીક બકરીઓ(એક બીજી રિવાયત માં છે કે (૩૦ જેટલી) બકરીઓ) આપવાનું કબૂલ્યું,
સહાબીએ(એટલે કે અબુ સઈદ(રઝી.)) એ સુરહ ફાતિહા પઢવાનુ શરૂ કર્યું, અને સુરહ ફાતિહા પઢીને ફૂંક મારી દેતાં, થોડાક દિવસોમાં તે સરદાર ઠીક થઈ ગયો,
(વાયદા પ્રમાણે) કબીલાવાળાઓ બકરીઓ લઈને આવ્યા તો અન્ય સહાબાઓને વિચાર આવ્યો (કે આ મહેનતાણું લેવાય કે ન લેવાય) અને કહેવા લાગ્યા કે જ્યાં સુધી આપણે નબી(ﷺ)ને પૂછી ન લઈએ ત્યાં સુધી બકરીઓ નહીં લઈએ,
(સહાબાઓ) આપ(ﷺ)થી પૂછ્યું તો આપ(ﷺ) એ ફરમાવ્યું: તમને આ કેવી રીતે ખબર પડી કે સુરહ ફાતિહા દમફૂક(ઈલાજ) પણ છે? સારૂ! એ બકરીઓ લઈ લો અને (એમાંથી) મારો હિસ્સો પણ કાઢજો
અને ઇબ્ને અબ્બાસ (રઝી.) થી રિવાયત છે કે જ્યારે સહાબા(રઝી.) મદીના પહોંચ્યા તો કોઈએ કહ્યું: યા રસૂલુલ્લાહ(ﷺ) એ વ્યક્તિ (અબુ સઈદ ખુદરી(રઝી.)) એ કિતાબુલ્લાહ પર મહેનતાણું લીધું છે
આપ(ﷺ) એ ફરમાવ્યું:
إن أحق ما أخذتم علیہ أجرا کتاب اللہ
(તમારું મહેનતાણું લેવાનું સૌથી વધારે હક તો કિતાબુલ્લાહ જ છે)
(સહીહ બુખારી કિતાબુલ તિબ્બુલ રુકી-બાબ અર્- રુકી-બિફાતિહતુલ કિતાબ, હદીસ નં:-2276)
આ હદીસથી એવું પણ માલૂમ થાય છે કે સહાબાઓએ મહેનતાણું એટલા માટે લીધું કે એ વસ્તીવાળાઓએ તેમની મહેમાની ન કરી અને તેઓ જરૂરિયાત મંદ હતાં અને મુસાફરીના સામાનની પણ અછત હતી. અને દમ ફૂંક ની જરૂર પડે તો ફક્ત કિતાબુલ્લાહથી જ દમ કરવાનું અને તેમાં શિર્ક-બિદઅત ન હોવું જોઈએ, જરૂરિયાત મંદ લોકો દમ-ફૂક નું મહેનતાણું લઈ પણ શકે છે.
દમ-ફૂક ને ધંધો બનાવી લેવો ખાવામાં અથવા પાણી માં મિલાવીને પીવડાવવું અથવા ગળા માં લટકાવવુ અથવા બીજી કોઈ જગ્યાએ બાંધવું આ બધા કામ શરિઅતમાં નાજાઈઝ છે જેની તફસીર સુરહ કિયામહ માં આવશે.
અને આ સુરહ નું નામ સુરહ સલાત, અને સુરહ અદ્-દુઆ, અને માંગવાના આદાબ પણ છે
અબુ હુરૈરાહ (ર.અ.) કહે છે કે આપ(ﷺ) ને ફરમાવ્યા: જે કોઈ નમાઝ પઢે છે અને તેમાં ઉમ્મુલ-કુરઆન(સુરહ ફાતિહા)નું પઠન કરતો નથી, તેની નમાઝ ખામીયુક્ત, ખામીયુક્ત, અપૂર્ણ અને અધૂરી છે. અબુ હુરૈરા (ર.અ.)ને પૂછવામાં આવ્યું:
અબુ હુરૈરાહ! શુ હું ક્યારેક ઇમામની પાછળ(એટલે કે જમાઅત) માં હોય તો? તેઓ કહેવા લાગ્યા: એ ફારસીના પુત્ર, તમે હૃદયમાં (એટલે કે મનમાં) પઢો. કારણ કે મેં અલ્લાહના રસૂલ(ﷺ)ને કહેતા સાંભળ્યા છે કે અલ્લાહ સર્વશક્તિમાન કહે છે:
મેં સલાત (એટલે કે સૂરહ ફાતિહા) ને મારા અને મારા બંદાની વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે. અડધી મારા માટે અને અડધી મારા બંદા માટે, જે કંઈ તે માંગે છે.
મારો બંદો (નમાઝમાં) ઊભો રહેશે અને કહેશે: આયત:
( اَلْحَمْدُ ﷲِ رَبِّ الْعَالَمِیْنَ ) الفاتحه "1)
પઢે
તો અલ્લાહ ફરમાવે છે કે મારા બંદાએ મારા વખાણ કર્યા પછી બંદો કહે: (الرَّحْمٰنِ الرَّحِیْمِ )
તો અલ્લાહ ફરમાવે છે કે મારા બંદાએ મારી ષના બયાન કરી, પછી બંદો કહે:
( مٰلِكِ يَوْمِ الدِّيْنِ ۭ )
તો અલ્લાહ કહે છે કે મારા બંદાએ મારી બડાઈ બયાન કરી અને
( اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُ ۭ )
મારા અને મારા બંદાની વચ્ચે સંવાદ છે અને બાકીના હિસ્સો મારા બંદા માટે છે અને મારા બંદાને એ મળશે જ...જે તેણે માંગ્યું હતું (મુસ્લિમ, કિતાબુસ્-સલાત)
સુરહ અલ-ફાતિહા પવિત્ર કુરઆનની પ્રથમ સૂરહ છે, જેની હદીસોમાં ખૂબ જ ફઝીલત આવી છે. ફાતિહાનો અર્થ શરૂઆત અને પ્રાથમિકતા છે. તેથી જ તેને અલ-ફાતિહા એટલે કે ફાતિહ અલ-કિતાબ (કિતાબની શરૂઆત) કહેવામાં આવે છે. તેના ઘણા નામો હદીસો દ્વારા સાબિત થાય છે, ઉદાહરણ તરીકે, ઉમ્મુલ-કુરઆન, અલ-સબ્-અલ-મસાની, અલ-કુરઆન-અલ-અઝીમ, અલ-શિફા, અલ-રુકિયા (દમ) અને તે સિવાય અન્ય નામો. તેનું એક મહત્વનું નામ સલાત પણ છે, જેમ કે એક હદીસ કુદસીમાં છે કે, અલ્લાહે કહ્યું: મેં સલાત(નમાઝ)ને પોતાના અને પોતાના બંદાની દરમિયાન વહેંચી દીધી છે (સહીહ મુસ્લિમ, કિતાબુસ્સલાત) આનાથી આશય સુરહ ફાતિહા છે, જેનો અડધો હિસ્સો અલ્લાહની હમ્દ(વખાણ) અને ષના અને તેની કૃપા અને રબુબિયત(પ્રભુત્વ) અને ન્યાય અને બાદશાહત નું વર્ણન છે અને અડધો હિસ્સો દુઆ છે જે બંદાઓ અલ્લાહની બારગાહ માં કરે છે.
આ હદીસમાં સુરહ ફાતિહાને નમાઝ સાથે જોડી દેવામાં આવી છે જેનો અર્થ સ્પષ્ટ છે કે નમાઝમાં આને પઢવુ ફરજિયાત છે તેથી જ નબી(ﷺ) નું ફરમાન છે કે:
(لاصلوۃ لمن لم یقرا بفاتحہ الکتاب)
તે વ્યક્તિની નમાઝ નહીં જેણે સુરહ ફાતિહા ન પઢી(સહીહ બુખારી અને મુસ્લિમ) આ હદીસમાં (من) "મન" શબ્દ આમ છે જે દરેક નમાઝને લગતો છે વ્યક્તિગત હોય કે ઈમામની પાછળ જમાતમાં મુકતદી હોય, સિર્રી નમાઝ હોય કે જેહરી નમાઝ, ફર્જ નમાઝ હોય કે નફીલ હોય...દરેક નમાઝમાં સુરહ ફાતિહા પઢવી જરૂરી છે.
અને આ હદીસથી પણ સ્પષ્ટ માલૂમ થાય છે કે નમાઝમાં સુરહ ફાતિહા નું પઢવુ કેટલું જરૂરી છે:- એકવાર ફજરની નમાઝ દરમિયાન નબી(ﷺ) સાથે સહાબાઓ(રઝી.) પણ કુરઆનનું પઠન કરી રહ્યા હતા, જેના કારણે નબી કરીમ(ﷺ)થી તિલાવત કરવું મુશ્કેલ બની ગયું, નમાઝ પુરી થયા બાદ આપ(ﷺ)એ પુછ્યુ કે તમે પણ મારી સાથે તિલાવત કરતાં હતાં? સહાબાએ(રઝી.)એ હકારમાં જવાબ આપ્યો, તેથી પયગમ્બર(ﷺ)એ કહ્યું, "તમે એવું ન કરો (એટલે કે મારી સાથે ન પઢો) પરંતુ સૂરહ ફાતિહા જરૂર પઢો, કારણ કે તેને પાઢ્યા વગર કોઈ નમાઝ નથી." (અબુ દાઉદ, તિરમિઝી, નસાઈ)
આ સુરહ મક્કી છે. મક્કી અને મદનીનો અર્થ એ છે કે જે સુરહ હિજરત (૧૩ નબૂવ્વત) થી પહેલા નાઝીલ કરવામાં આવી હોય તે મક્કી છે, પછી ભલે તે મક્કામાં અથવા તેની નજીક નાઝીલ થઈ હોય, અને મદની તે સુરહ છે જે હિજરત થયા પછી નાઝીલ થઈ હોય, ભલે તે મદીનામાં નાઝીલ થઈ હોય કે તેની નજીક, કે તેનાથી દૂર, ત્યાં સુધી કે મક્કા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ નાઝીલ કેમ ન થઈ હોય?
______________________
બિસ્મિલ્લાહ વિશે:-
બિસ્મિલ્લાહ વિશે મતભેદ છે કે, તે દરેક સૂરહની એક આયત છે કે પછી દરેક સૂરહની આયતનો ભાગ છે, અથવા તે માત્ર સૂરહ ફાતિહાની એક આયત છે કે કોઈ સૂરહની કાયમી આયત નથી અને માત્ર તેને અન્ય સૂરહઓથી અલગ પાડવા માટે સુરહની શરૂઆતમાં લખાયેલ છે.
મક્કા અને કુફાના વિદ્વાનોએ તેને સૂરહ ફાતિહા સહિત દરેક સૂરહની એક આયત તરીકે જાહેર કરી છે, જ્યારે મદીના, બસરા અને સીરિયાના વિદ્વાનોએ તેને કોઈપણ સૂરહની આયત તરીકે માન્યતા આપી નથી. સિવાય સૂરહ નમ્લની આયત નંબર 30, કે તેમાં بِسْمِ اللّٰهِ" છે.
એવી જ રીતે નમાઝોમાં બિસ્મિલ્લાહ... ઉંચી અવાજથી પઢવામાં પણ મતભેદ છે કેટલાક ઉચી અવાજથી પઢવામાં માને છે તો કેટલાક ધીમી અવાજમાં પઢવામાં માને છે અને મોટાભાગના આલિમો ધીમી અવાજે પઢવામાં જ માને છે.
બિસ્મિલ્લાહને શરૂઆતમાં જ ઉચ્ચારવામાં આવે છે એટલે કે હું અલ્લાહના નામથી પઢુ છું અથવા શરૂ કરું છું અથવા તિલાવત કરું છું. દરેક ખાસ અને સારૂં કામ શરૂ કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવાનુ ખાસ કહેવામાં આવે છે અને જરૂરી છે.
તેથી જ હુકમ આપવામાં આવ્યો છે કે
ખાતાં પહેલાં, ઝબ્હ કરતાં, વુઝૂ અને હમબિસ્તરી કરતાં પહેલાં બિસ્મિલ્લાહ પઢવુ જરૂરી છે. અને કુરઆનની તિલાવત કરતી વખતે
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
પઢતા પહેલાં
اَعُوْذُ باللّٰہِ مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ
પઢવુ પણ જરૂરી છે જ્યારે કુરઆન પઢવાનુ શરૂ કરો તો અલ્લાહથી મરદૂદ શેતાનની પનાહ માંગો.
No comments:
Post a Comment